અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે ગઢડા અને બરવાળા તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારએ દ્વારા અનુસુચિત જાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા તાલુકામાં અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. બોટાદ જિલ્લાના બરવાળા અને ગઢડા તાલુકાકક્ષાએ યુવક-યુવતીઓ માટે નિયત સ્થળે ૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર નવેમ્બર માસમાં યોજવામાં આવશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, … Continue reading અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે ગઢડા અને બરવાળા તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન